ગુજરાતી English

  લોકરક્ષક ભરતી બોર્ડ

ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને કોઇ પણ જાતની ગેરરીતી વગર તેમજ નિષ્પક્ષ રીતે થાય તે માટે ભરતી બોર્ડ ધ્વારા પુરતા પગલાં લેવામાં આવેલ છે. જેની વિગત નીચે મુજબ છે.
૧. લેખિત પરીક્ષા માટે બેઠક વ્યવસ્થા ઉમેદવારોના વતનના જિલ્લાથી અન્ય નજીકના જિલ્લે રાખેલ છે.
ર. સામાન્ય રીતે સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્રપત્ર A,B,C,D એમ ચાર સીરીઝમાં કાઢવામાં આવે છે પરંતુ પોલીસ ભરતીની લેખિત પરીક્ષામાં ૩૦ (ત્રીસ) સીરીઝમાં પ્રશ્રપત્ર કાઢવામાં આવશે જે વર્ગ દીઠ સમાવિષ્ટ કુલ-૩૦ ઉમેદવારોને અલગ અલગ સીરીઝના પ્રશ્રપત્ર આપવામાં આવશે કે જેથી કોપી કરવાનો અવકાશ રહેશે નહી.
૩. લેખિત પરીક્ષા માટે ઉમેદવારોને સમય કરતાં બે કલાક અગાઉ પરીક્ષા ખંડમાં બેસાડવામાં આવશે અને તેઓનો બાયોમેટ્રીક રજીસ્ટ્રેશન કરવામાં આવશે. જેમાં ઉમેદવારના બન્નેં હાથની પ્રથમ આગળી (Index Finger) ની છાપ લેવામાં આવશે.
૪. દરેક ઉમેદવારોના લેખિત પરીક્ષા વખતે ફોટોગ્રાફ પણ લેવામાં આવશે.
પ. આ લેખિત પરીક્ષા માટે OMR Sheet ત્રણ પ્રતમાં (Three Layer) ઉપયોગ કરવામાં આવનાર છે. OMR Sheet ના પ્રથમ પ્રતના બે અડધીયા કરવામાં આવશે જે બન્ને અડધીયા ઉપર બાર કોડ નંબર વહેચાયેલો હશે. જેથી OMR Sheet તપાસનારને ખ્યાલ આવશે નહીં કે કયા રોલ નંબરવાળા ઉમેદવારની OMR Sheet ની ચકાસણી કરી રહયા છે. OMR Sheet ની બીજી પ્રત બોર્ડ કોપી તરીકે અલગ સીલ કરવામાં આવશે
૬. OMR Sheet ની ત્રીજી પ્રત ઉમેદવારને આપવામાં આવશે કે જેથી ઉમેદવાર પોતાના માર્કસ જાતે ચકાસી શકે.
૭. લેખિત પરીક્ષા માટે શહેર/જિલ્લા કક્ષાએ મોટાભાગે CCTV ની સુવિધા ધરાવતા કેન્દ્રનો ઉપયોગ કરવામાં આવેલ છે. (કુલ-ર૦૭૮ પરીક્ષા કેન્દ્રો પૈકી ૧૭૮૩ કેન્દ્રો ઉપર CCTV ની સુવિધા છે.)
૮. CCTV વાળા કેન્દ્રો ઉપર ૦૧ વિડીયોગ્રાફર રાખવામાં આવેલ છે.
૯. CCTV વગરના કેન્દ્રો ઉપર ૦ર વિડીયોગ્રાફર રાખવામાં આવશે.
૧૦. લેખિત પરીક્ષાના સાહીત્યની સુરક્ષા માટે સ્ટ્રોગરૂમો બનાવવામાં આવેલ છે. જે સ્ટ્રોગરૂમો ઉપર સતત ર૪ કલાક માટે CCTV Camera કાર્યરત રહેશે.
૧૧. શારીરીક કસોટી વખતે ઉમેદવારોના લેખિત પરીક્ષા વખતે લીધેલ ફીગરપ્રીન્ટથી વેરીફીકેશન કરવામાં આવશે.
૧ર. શારીરીક કસોટી વખતે ઉમેદવારોના ફરીથી ફોટોગ્રાફ પણ લેવામાં આવશે.
૧૩. શારીરીક કસોટી માટેની દોડમાં CCTV કેમેરા લગાડવામાં આવશે. જેથી દોડમાં કોઇ ટુકો માર્ગ (Short Cut) અપનાવી શકે નહીં.
૧૪. શારીરીક કસોટી માટેની દોડમાં R.F.I.D. કે જેનો ઉપયોગ ઓલિમ્પીકસની દોડમાં થાય છે તેનો ઉપયોગ કરવામાં આવશે.