ગુજરાતી English

લોકરક્ષક ભરતી બોર્ડ

More Website Templates @ TemplateMonster.com. Zerotheme.com!

શ્રી આશિષ ભાટીયા,આઇપીએસ.

અધ્યક્ષ, ઉચ્ચ ટેકનીકલ સમિતિ અને અધિક પોલીસ મહાનિદેશક, સી.આઇ.ડી.(ક્રાઇમ અને રેલ્વે).


અગાઉની સુચનાઓ

છબી ગેલેરી

   લોકરક્ષક ભરતી બોર્ડ

અગત્યની સુચનાઓ તા.૦૬/૦૩/૧૭

ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની અગત્યની જાહેરાત
(૧) લોકરક્ષક ભરતી અન્વયે તા.૨૩/૧૦/૧૬ ના રોજ લેવામાં આવેલ લેખીત પરીક્ષામાં શારીરિક કસોટી માટે કવોલીફાય થયેલ ઉમેદવારો પૈકી કુલ ૧,૦૩,૭૪૭ ઉમેદવારોએ ભાગ લીધેલ. આ શારીરિક કસોટી (PET/PST) નું આખરી પરીણામ તા.૦૩/૦૩/૧૭ ના રોજ જાહેર કરવામાં આવેલ. જે મુજબ કુલ- ૩૪૫૮૫ ઉમેદવારોને દસ્તાવેજોની ચકાસણી માટે બોલવવામાં આવનાર છે.
(૨) સદરહુ દસ્તાવેજો ચકાસણી અંગેનાં કોલ લેટર તા.૦૬/૦૩/૧૭ ક.૧૭.૦૦ થી તા.૦૯/૦૩/૧૭ સુઘી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જેમાં ઉમેદવારોએ દસ્તાવેજોની ચકાસણી માટે કયા સ્થળે અને કયા કયા દસ્તાવેજો સાથે હાજર રહેવાનું છે.તેની વિગતો કોલ લેટરમાં દર્શાવવામાં આવેલ છે.
(૩) ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કરતા પહેલા નીચે મુજબ ચાર સંવર્ગની ખાલી જગ્યા માટે પોતાની પસંદગીનો ક્રમ ઓનલાઇન ભરવાનો રહેશે. જે સમજી / વિચારીને ભર્યા પછી જ કોલલેટર ડાઉનલોડ કરવાનો રહેશે.
 
(૧) બિન-હથિયારી પોલીસ કોન્સ્ટેબલ -(UNARMED POLICE CONSTABLE IN STATE POLICE FORCE)
(ર) હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-(ARMED POLICE CONSTABLE IN STATE POLICE FORCE)
(૩) એસ.આર.પી. કોન્સ્ટેબલ (ARMED POLICE CONSTABLE IN S.R.P.F.)
(૪) જેલ સિપાઇ (SEPOY (Male) or SEPOY (Female) / Matron in Jail Department)
(૪) દરેક ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી માટે અસલ દસ્તાવેજો તથા તેનાં સ્વપ્રમાણીત કરેલ એક સેટની નકલ સાથે જાતે હાજર રહેવાનું રહેશે. બાકીની અન્ય વિગતો કોલ લેટરમાં દર્શાવવામાં આવેલ છે.
(૫) ઉમેદવારોએ શારિરીક પરીક્ષાનું પાસનાં સિકકા લગાવેલ કોલ લેટર અવશ્ય સાથે લાવવાનાં રહેશે. જેમાંથી ઉમેદવારનો કન્ફર્મેશન નંબર લેખિત તેમજ શારિરીક પરીક્ષાનો રોલ નંબર વિવિઘ ફોર્મમાં દર્શાવવાનાં રહેશે.
(૬) ઉમેદવાર ઘ્વારા અરજી પત્રકમાં ભરેલ કેટેગરીમાં કોઇ ફેરફાર ગ્રાહય રાખવામાં આવશે નહી જેની ખાસ નોંઘ લેવી.
(૭) જે ઉમેદવારોને કોલ લેટર ડાઉનલોડ કરવામાં મુશ્કેલી જણાતી હોય તો તેઓને નીચે જણાવેલ સરનામે લોકરક્ષક ભરતી બોર્ડના રાજય કંટ્રોલ રૂમ ખાતે રૂબરૂમાં અથવા ફોન ઉપર કચેરી સમય (ક.૧૦/૩૦ થી ક.૧૮/૩૦) દરમ્યાન સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
 
સરનામું:લોકરક્ષક ભરતી રાજય કંટ્રોલ રૂમ,
અધ્યક્ષ લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ મહાનિરીક્ષકની કચેરી,
વડોદરા વિભાગ, કોઠી બિલ્ડીંગ, રૂમ નંબર-૪૫, રાવપુરા, વડોદરા.
ફોન નંબર ૦૨૬૫-૨૪૩૭૬૦૭, મો.નં.૯૯૭૮૪૦૮૪૮૯
સહી/-
(જ્ઞાનેન્દ્ર સિંહ મલિક,IPS)
અધ્યક્ષ, લોકરક્ષક ભરતી બોર્ડ અને
પોલીસ મહાનિરીક્ષક,
વડોદરા વિભાગ, વડોદરા.

શ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, આઇપીએસ.

અધ્યક્ષ, લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા.


ભરતી જાહેરખબર તારીખ ૦૧-૦૭-૨૦૧૬

હેલ્પલાઇન

લોક રક્ષક ભરતી બોર્ડ કંટ્રોલ રૂમ

ટેલીફોન નંબર :
૦૨૬૫ - ૨૪૩૭૬૦૭

મોબાઇલ નંબર :
૦૯૯૭૮૪૦૮૪૮૯


અમારો સંપર્ક કરો

સ્ટેટ કંટ્રોલ રૂમ, લોકરક્ષક ભરતી બોર્ડ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા રેન્જની કચેરી, રૂમ નંબર.૪૫, કોઠી બિલ્ડીંગ, રાવપુરા, વડોદરા શહેર.
પીન કોર્ડ : ૩૯૦૦૦૧

લોકરક્ષક ભરતી બોર્ડ